લોકોને વહાલ કરવાના એક કલાકના 7300 રૂપિયા ચાર્જ કરે છે આ બહેન

16 June, 2021 11:13 AM IST  |  Chicago | Gujarati Mid-day Correspondent

દરેકને જરૂર હોય છે કે કોઈ તેને વહાલથી જાદુની ઝપ્પી આપે કે ખોળામાં માથું મૂકીને વહાલથી પંપાળે. મોટા ભાગે આવો પ્રેમ આપણને સ્વજનો તરફથી મળી જતો હોય છે, પણ અમેરિકાના શિકાગોમાં રહેતાં કીલી શૂપ નામનાં બહેને તો આ કામને પોતાનું પ્રોફેશન બનાવી દીધું છે

કીલી શૂપ

કહેવાય છે કે માણસ પ્રેમનો ભૂખ્યો છે. દરેકને જરૂર હોય છે કે કોઈ તેને વહાલથી જાદુની ઝપ્પી આપે કે ખોળામાં માથું મૂકીને વહાલથી પંપાળે. મોટા ભાગે આવો પ્રેમ આપણને સ્વજનો તરફથી મળી જતો હોય છે, પણ અમેરિકાના શિકાગોમાં રહેતાં કીલી શૂપ નામનાં બહેને તો આ કામને પોતાનું પ્રોફેશન બનાવી દીધું છે. કીલીબહેન લોકો સાથે એક કલાક નિર્દોષ મોજમસ્તી અને કડલિંગ કરવાના ૧૦૦ ડૉલર એટલે કે લગભગ ૭૩૦૦ રૂપિયા ચાર્જ કરે છે. ગ્રાહક સાથે બચ્ચા બનીને મસ્તી કરવી, એકબીજાને ગલગલિયાં કરવાં, સાથે પુસ્તકો વાંચવાં, હાથાપાઈ અને તકિયાફેંક જેવી રેસલિંગ ગેમ રમવી અને જેમાં વ્યક્તિને બચ્ચાં બનીને મસ્તી કરવાની મોજ પડે એવી ઍક્ટિવિટી તે કરે છે. ટ્રૉમા અને સતામણીનો ભોગ બનેલા લોકોને આવાં નિર્દોષ હૂંફ અને વહાલની બહુ જરૂર હોય છે અને આવા લોકો માટે કીલીનું પ્રોફેશનલ કડલિંગ એક થેરપી જેવું બની રહે છે. ૭ વર્ષથી આવો હટકે વ્યવસાય ધરાવતાં કીલીબહેનનું કહેવું છે કે ‘ક્યારેક વહાલના નામે બીભત્સ અને અણછાજતી માગણી કરનારા પણ મળી રહે છે, પણ તેમને કઈ રીતે સીધા કરવા એ મને બરાબર આવડે છે.’ 

offbeat news hatke news chicago united states of america