ઑફિસ-ચૅરની રેસ

30 March, 2026 02:16 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

આ રેસમાં એક રેસ ટ્રૅક હોય છે જેના પર સ્પર્ધકોએ પોતાની કમ્ફર્ટેબલ રિવૉલ્વિંગ ચૅર પર બેસીને એને પગેથી ધક્કા આપીને ભગાવવાની છે

જપાન ઑફિસ-ચૅર રેસિંગ

ફૉર્મ્યુલા વન રેસની લોકપ્રિયતા વધ્યા પછી જપાનમાં એક ખાસ જોરા એટલે કે જપાન ઑફિસ-ચૅર રેસિંગ અસોસિએશનની સ્થાપના થઈ હતી. આ સંસ્થા ૨૦૦૯ની સાલથી દર વર્ષે ઑફિસમાં વપરાતી ગરગડીવાળી રિવૉલ્વિંગ ચૅર પર રેસ કરવાનું આયોજન કરે છે. આ રેસમાં એક રેસ ટ્રૅક હોય છે જેના પર સ્પર્ધકોએ પોતાની કમ્ફર્ટેબલ રિવૉલ્વિંગ ચૅર પર બેસીને એને પગેથી ધક્કા આપીને ભગાવવાની છે. લગભગ બે કલાક સુધી આ રેસ ચાલે છે. રેસ ટ્રૅક પર જેણે સૌથી વધુ ચક્કર લગાવ્યાં હોય તે વ્યક્તિ વિજેતા જાહેર થાય છે. હવે જપાનનાં ૨૦ શહેરોમાં આવી ચૅર રેસ થાય છે.

offbeat news japan international news world news