ટ્રેનના ડબ્બામાં ઉંદર બૅગ કાતરી ગયો, રેલવેએ મુસાફરને આપવું પડશે ૧૫,૦૦૦ રૂપિયા વળતર

31 May, 2026 01:40 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

કોર્ટે પણ આ ઘટનાને રેલવેની લાપરવાહી ગણી હતી અને મુસાફરને ૧૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના કટનીમાં રેલવે સાથે સંકળાયેલો એક કિસ્સો ચર્ચામાં છે. જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટમાં એક મુસાફરે રેલવે સામે કેસ કર્યો હતો. વાત એમ હતી કે કટનીમાં રહેતા બિપિન દુબે નામના ભાઈ ૨૦૨૦માં કટનીથી કલ્યાણ ગયા હતા. તેમણે એક ટ્રેનમાં થર્ડ AC કોચમાં મુસાફરી કરી હતી. એ દરમ્યાન તેમણે પોતાની બૅગ સીટની નીચે મૂકી હતી. જોકે ઊતરવાના સમયે જોયું તો ટ્રેનમાં ફરતા ઉંદરોએ તેની બૅગ કાતરીને એમાંથી કપડાં અને અન્ય સામાન કતરી નાખ્યો હતો. એને કારણે તેમને ઘણું નુકસાન થયું હતું. બિપિન દુબેએ આ ઘટનાને રેલવેની સર્વિસમાં કમી ગણાવીને કન્ઝ્યુમર કોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે પણ આ ઘટનાને રેલવેની લાપરવાહી ગણી હતી અને મુસાફરને ૧૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

offbeat news india madhya pradesh national news indian railways