30 July, 2026 05:29 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
જોઈ લો બિહારની વાઘણોને...
ગઈ કાલે વર્લ્ડ ટાઇગર ડે હતો. એ નિમિત્તે ભારતમાં ઠેર-ઠેર વાઘની થીમ પર પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બિહારના પટનામાં વિમેન્સ કૉલેજમાં આ નિમિત્તે ફેસ-પેઇન્ટિંગ કૉમ્પિટિશન થઈ હતી. એ સ્પર્ધા પછી ડઝનબંધ યુવતીઓએ વાઘણના ચહેરા સાથે પોઝ આપ્યો હતો.