બૅન્ગલોરવાસીઓ રસ્તા પરના ખાડાઓ પૂરવા હવે ભગવાનને શરણે

02 December, 2021 11:59 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

અનેક લોકોએ આ પૂજાના વિડિયો બૅન્ગલોર પ્રશાસનના અધિકારીઓને ટૅગ કર્યા છે

શહેરી જનોની તકલીફોનો ઘટાડો કરવા માટે ભગવાનને વિનંતી કરવા હવન કરવામાં આવી રહ્યો

રસ્તા પર પડેલા ખાડાઓ હવે જાણે કે જીવનનો એક હિસ્સો બની ગયા છે. લોકો એનાથી ત્રાસી ગયા હોવા છતાં પ્રશાસન તેમની તકલીફો કાને ધરતું ન હોવાથી અકળાઈ ગયા છે. એવામાં ભારતના ટેકસિટી બૅન્ગલોરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ થયો છે જેમાં એક મોટા ખાડાને પૂરીને શહેરી જનોની તકલીફોનો ઘટાડો કરવા માટે ભગવાનને વિનંતી કરવા હવન કરવામાં આવી રહ્યો છે. 
રાકેશ પ્રકાશ નામના એક યુઝરે ટિકટૉક પર અપલોડ કરેલા પ્રસ્તુત વિડિયોમાં બૅન્ગલોરના ભારતીનગર રેસિડન્ટ્સ ફોરમ દ્વારા કૅમ્પબેલ રોડ પર એક મોટા પાણીથી ભરેલા ખાડા 
ફરતે ફૂલની માળાથી શણગાર કરાયા બાદ બે પંડિત બેસીને મંત્રોચ્ચાર સાથે હવન કરી રહ્યા છે. આસપાસ શહેરી જનો હાથમાં ફૂલ લઈને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હોય એ રીતે ઊભા રહ્યા છે. 
અનેક લોકોએ આ પૂજાના વિડિયો બૅન્ગલોર પ્રશાસનના અધિકારીઓને ટૅગ કર્યા છે. લગભગ એકાદ મહિના પહેલાં ફ્લૉરિડાના એક માણસે રસ્તાની વચ્ચે પડેલા ખાડાને કારણે અનેક કારના અકસ્માત થતા જોયા હતા. પરિણામે સત્તાવાળાઓની ખાડા પૂરવાની ઉદાસીનતા વચ્ચે તેણે રસ્તાની વચ્ચોવચ પડેલા ખાડા પર કેળાનું વૃક્ષ રોપ્યું હતું. 

offbeat news national news bangalore