હવે બોલવામાં સરેરાશ ૩૩૮ શબ્દો ઘટી રહ્યા છે

17 April, 2026 01:16 PM IST  |  Missouri | Gujarati Mid-day Correspondent

મેસેજિંગ, ઈ-મેઇલ અને સોશ્યલ મીડિયાના વપરાશને કારણે બોલવાનું ઘટી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

૨૦૦૫ની સાલ પછી લોકોમાં બોલવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. મતલબ કે કમ્યુનિકેશનમાં શબ્દોનો વપરાશ ઘટી રહ્યો છે. અમેરિકાના કૅન્સસ શહેરની યુનિવર્સિટી ઑફ મિસોરી અને યુનિવર્સિટી ઑફ ઍરિઝોનાના સાઇકોલૉજિસ્ટોએ બોલાતી ભાષાના વૈવિધ્ય પર રિસર્ચ કરીને નોંધ્યું હતું કે પહેલાં લોકો રોજ ૧૬,૭૦૦ શબ્દો બોલતા હતા, પરંતુ ૨૦૧૯ સુધીમાં એ ઘટીને ૧૨,૫૦૦ શબ્દો થઈ ગયા હતા. હજી પણ એમાં ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકાના અભ્યાસુઓએ અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયાના ૨૦૦૦ લોકોની બોલવાની પૅટર્નનો લગભગ ૧૦ વર્ષ માટે અભ્યાસ કરીને ઉપરનું તારણ કાઢ્યું હતું. રિસર્ચરોનું કહેવું છે કે હવે લોકો બોલીને ઓછું અને લખીને વધુ કમ્યુનિકેશન કરે છે. મેસેજિંગ, ઈ-મેઇલ અને સોશ્યલ મીડિયાના વપરાશને કારણે બોલવાનું ઘટી રહ્યું છે. ૨૫ વર્ષથી નાની વયના લોકોમાં આ પરિવર્તન બહુ જલદીથી આવી રહ્યું છે.

united states of america offbeat news international news world news news social media