✕

વૃંદાવનના આ પૂકી બાબાની સુંદરતા તો સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ

31 October, 2026 02:34 PM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

વૃંદાવનના આધ્યાતિમક ગુરુ શાશ્વત આચાર્ય આજકાલ સોશ્યલ મીડિયા પર તેમના લુકને કારણે છવાઈ ગયા છે. લોકોનું ધ્યાન તેમના પ્રવચનોને બદલે તેમના હૅન્ડસમ અને પર્ફેક્ટ લુક પર વધુ ચોંટી રહ્યું છે. એ જ કારણોસર લોકોએ તેમને ‘પૂકી બાબા’નું હુલામણું નામ આપ્યું છે.

પૂકી બાબા’ના લુકના સોશ્યલ મીડિયા પર ચર્ચા

વૃંદાવનના આધ્યાતિમક ગુરુ શાશ્વત આચાર્ય આજકાલ સોશ્યલ મીડિયા પર તેમના લુકને કારણે છવાઈ ગયા છે. લોકોનું ધ્યાન તેમના પ્રવચનોને બદલે તેમના હૅન્ડસમ અને પર્ફેક્ટ લુક પર વધુ ચોંટી રહ્યું છે. એ જ કારણોસર લોકોએ તેમને ‘પૂકી બાબા’નું હુલામણું નામ આપ્યું છે. 

આ બાબાનું આખું નામ છે શ્રી સ્વામી શાશ્વતાચાર્યજી મહારાજ. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેમણે પોતાને યંગ ભાગવત કથા વાચક કહ્યા છે અને તેઓ વૃંદાવનમાં શ્રીધામ ગોદા વિહાર મંદિરના પીઠાધીશ્વર પણ છે. તેઓ રેગ્યુલરલી ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક-ટૉક આપે છે. તેમના લુકને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે આવા આધ્યાત્મિક ગુરુ હોય તો લોકોનું ધર્મમાં પણ ધ્યાન કેવી રીતે ચોંટે?

vrindavan maharaja social media national news offbeat news guru instagram