દત્તક લેવાયેલાં બાળકોની સંખ્યા પાછી ૪૦૦૦ પાર

22 April, 2024 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે એટલે કે ૨૦૨૨-’૨૩માં દત્તક લેવાયેલાં બાળકોની સંખ્યા ૩૪૪૧ હતી.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાકાળ પછી પહેલી વાર અડૉપ્શનની સંખ્યા ૪૦૦૦ને પાર થઈ છે. એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ સુધીમાં ભારતમાં અને વિદેશમાં કુલ ૪૦૦૯ ભારતીય બાળકોને દત્તક લેવામાં આવ્યાં હતાં.
આ પહેલાં ૨૦૧૮-’૧૯માં દત્તક લેવાયેલાં બાળકોની સંખ્યાએ ૪૦૦૦નો આંકડો પાર કર્યો હતો. એ વર્ષે ૪૦૨૭ બાળકો દત્તક લેવાયાં હતાં. કેન્દ્ર સરકારે તાજેતરમાં અડૉપ્શનના આ આંકડા જાહેર કર્યા છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૨-’૨૩માં દત્તક લેવાયેલાં બાળકોની સંખ્યા ૩૪૪૧ હતી. ૨૦૨૧-’૨૨માં ૩૪૦૫, ૨૦૨૦-’૨૧માં ૩૫૫૯ અને ૨૦૧૯-’૨૦માં ૩૭૪૫ બાળકો દત્તક લેવાયાં હતાં.

449
૨૦૨૩-’૨૪માં આટલાં ભારતીય બાળકો વિદેશમાં દત્તક અપાયાં હતાં

33,000
બાળક દત્તક લેવા માટે આટલું વેઇટિંગ લિસ્ટ છે

 

offbeat videos offbeat news social media coronavirus