02 July, 2026 03:02 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
જૂનના છેલ્લા અઠવાડિયામાં પૅરિસમાં પુરુષોની ફૅશનનો મહાકુંભ ભરાયો હતો. આ ફૅશન-વીકના છેલ્લા દિવસે એસ્ટોનિયાના રૅપર ટૉમી કૅશે એક અત્યંત વિચિત્ર અને ચીતરી ચડે એવો કૉસ્ચ્યુમ પહેરીને એન્ટ્રી મારી હતી. ટૉમીએ શરીર પર જાણે પૉટીના ટુકડા ચીપક્યા હોય એવું શર્ટ અને પૅન્ટ પહેર્યું હતું. આમ તો એ કપડું જ હતું, પરંતુ કપડાં પરનું ટેક્સ્ચર અને ડિઝાઇન લિટરલી પૉટી સાથે સામ્ય ધરાવતાં હતાં. બ્રાઉન રંગના પૉટીના લોંદા લગાવ્યા હોય એવા ફૅબ્રિકથી બનેલા ડ્રેસની સાથે ટૉમીએ હાથમાં એક પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ થેલી પણ રાખી હતી. એ થેલીમાં નકલી યુરિન ભરેલું હતું. હાથમાં યુરિન-બૅગ લઈને ચાલતાં-ચાલતાં ટૉમી થોડી-થોડી વારે ટૉઇલેટ ડીઓડરન્ટ પોતાના પર સ્પ્રે કરતો હતો.
ટૉમી આમેય આવાં નખરાં કરવા માટે ફેમસ છે. આ પહેલાં પણ તે પૅરિસના ફૅશન-વીકમાં આનાથીયે વિયર્ડ કહેવાય એવો ફૅશન-પર્ફોર્મન્સ આપી ચૂક્યો છે.