12 February, 2026 09:24 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
તામિલનાડુનું તાંબરમ સ્ટેશન
ભારતમાં એક રહસ્યમયી રેલવે-સ્ટેશન છે જ્યાંથી ટ્રેન પસાર થાય ત્યારે થોડીક વાર માટે વીજળી ગુલ થઈ જાય છે. આ સ્ટેશન છે તામિલનાડુનું તાંબરમ સ્ટેશન. ચેન્નઈની નજીક આવેલું આ સ્ટેશન આમ તો ૧૯૩૧ની બીજી એપ્રિલે શરૂ થયું હતું. જોકે ત્યારથી આજ સુધી સ્ટેશન પર આવતી અને જતી દરેક ટ્રેનને કારણે વીજળી જતી રહે છે. લોકો એને ભૂતિયા રહસ્ય ગણાવે છે, પરંતુ એવું જરાય નથી. આ ટેક્નિકલ પ્રક્રિયા છે. અહીંની ટેક્નિક અપડેટ ન થઈ હોવાથી આવું થાય છે. તાંબરમ સ્ટેશન પર એક જ પાવરઝોન છે. દરેક વખતે ટ્રેન આવે ત્યારે વીજળીની ખપતને કારણે ન્યુટ્રલ સેક્શન બદલવું પડે છે જેને કારણે ટ્રેન પસાર થાય એ દરમ્યાન અહીં થોડીક સેકન્ડ્સ કે ક્યારેક થોડીક મિનિટો માટે વીજળી જતી રહે છે.