01 February, 2026 11:48 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
આ ભાઈ એક-એક ચોખાના દાણા પર આ લખીને તે પૅકેટમાં ભરીને ભક્તનો ભેટ તરીકે આપે છે
પ્રયાગરાજના માઘમેળામાં સંગમતટ પર મનીષ પાલ નામના રામભક્તે આ વખતે અનોખી ભક્તિ શરૂ કરી છે. જૌનપુરના આ કલાકાર ચોખાના પ્રત્યેક દાણા પર ખૂબ બારીક પીંછીની મદદથી ‘શ્રી રામ જય રામ’ લખે છે. એક-એક ચોખાના દાણા પર આ લખીને તે પૅકેટમાં ભરીને ભક્તનો ભેટ તરીકે આપે છે. રોજના હજારો ચોખાના દાણા આ રીતે તૈયાર કરીને રામભક્ત આ કામ કરી રહ્યા છે. તે માઘમેળો શરૂ થયો છે ત્યારથી ૧૧,૦૦૦થી વધુ ચોખાના દાણા પર રામનું નામ લખીને ભેટ આપી ચૂક્યા છે.