13 February, 2025 05:43 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent
દૂધની ગંગા વહી : પંજાબમાં એક ગાયે ૨૪ કલાકમાં ૮૨ લિટર દૂધ આપ્યું
પંજાબના લુધિયાણામાં આયોજિત ડેરી અને ખેતીને લગતા પ્રદર્શનમાં દૂધ આપતાં પશુઓના મુકાબલાએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. મોગામાં આવેલા ગામ નૂરપુર હકીમા સ્થિત ઓમકાર ડેરી ફાર્મના હરપ્રીત સિંહની HF નસલની એક ગાયે ૨૪ કલાકમાં ત્રણ વાર દોહવામાં આવી ત્યારે કુલ ૮૨ લીટર દૂધ આપીને નવો નૅશનલ રેકૉર્ડ કર્યો છે. બીજા ક્રમે પટિયાલાના ગામ પાલિયા ખુર્દના અગરદીપ સિંહની ગાયે ૭૮.૫૭૦ લીટર દૂધ આપ્યું હતું અને લુધિયાણાના ગામ કુલરના સંધુ ફાર્મની ગાયે ૭૫.૬૯૦ લીટર દૂધ આપીને ત્રીજો નંબર મેળવ્યો હતો.