21 November, 2025 11:34 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
આ શબ લેવા કોઈ આવ્યું નહીં અને એને લગતી કોઈ મિસિંગની ફરિયાદ પણ નહોતી એટલે નગર નિગમને એ શબના નિકાલની સૂચના આપવામાં આવી
પંજાબના ફગવાડામાં થોડા દિવસ પહેલાં સ્ટેશન પર એક લાશ મળી હતી. આ શબ લેવા કોઈ આવ્યું નહીં અને એને લગતી કોઈ મિસિંગની ફરિયાદ પણ નહોતી એટલે નગર નિગમને એ શબના નિકાલની સૂચના આપવામાં આવી. નવાઈની વાત એ છે કે નગર નિગમના લોકો આવ્યા, પરંતુ લાશને શબવાહિનીમાં લઈ જવાને બદલે કચરો ઉઠાવવાની ગાડીમાં નાખીને લઈ ગયા અને શબના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. શબને કચરાપેટીમાં નાખતી વખતની તસવીરો અને વિડિયો જ્યારે વાઇરલ થયાં ત્યારે શહેરના કમિશનરે પોતાની ભૂલ સ્વીકારી હતી. શબની ઓળખ નહોતી થઈ અને કોઈ પરિવારવાજન શબ લેવા આવ્યું નહોતું એનો મતલબ એ થોડો છે કે માણસને ડિગ્નિટીપૂર્વક અંતિમ સંસ્કારનું સન્માન પણ ન મળે?