18 June, 2025 11:02 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
સૌથી ઊંચી પાઘડી ૪૫ કિલોની અને ૬૪૫ મીટર લાંબી
પંજાબના અવતાર સિંહ મોની દુનિયાની સૌથી લાંબી પાઘડી પહેરવાનો રેકૉર્ડ ધરાવે છે. આ પાઘડી બનાવવામાં ૬૪૫ મીટર કાપડ વપરાયું છે. એને પહેરવામાં લગભગ ચારથી પાંચ કલાક લાગે છે. ૬૦ વર્ષના અવતાર સિંહ નિહંગ સિખ છે જેઓ હંમેશાં પાઘડી પહેરે છે. જોકે આ ઊંચી પાઘડી રોજ પહેરી શકાય એવી નથી, કેમ કે એનું વજન ૪૫ કિલો છે. આને પહેરીને માથાનું બૅલૅન્સ જાળવવા માટે ઘણી તાકાત લગાવવી પડે છે.