03 November, 2025 06:20 PM IST | Pushkar | Gujarati Mid-day Correspondent
પુષ્કરના મેળામાં પણ છવાઈ નશીલી આંખોવાળી મોનાલિસા
પ્રયાગરાજમાં મહાકુંભમાં જેમ એક માંજરી આંખવાળી મોનાલિસા ફેમસ થઈ ગયેલી એવું જ કંઈક પુષ્કરના મેળામાં પણ થયું છે. અજમેરમાં ચાલી રહેલા પુષ્કરના મેળામાં સુમન નામની એક મહિલા તેની માંજરી આંખોને કારણે ચર્ચાનો વિષય બની છે. લોકો તેને પુષ્કરની મોનાલિસા કહે છે અને તેની સાથે ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર મૂકવા લાગ્યા છે. સુમન કાલબેલિયા સમાજની છે અને ખૂબ સરસ રાજસ્થાની ડાન્સર છે. રાતોરાત પુષ્કરના મેળામાં મળી રહેલી શોહરતથી સુમન ખુદ દંગ છે. રાજસ્થાની ફિલ્મોમાં કામ કરવાનો અભરખો ધરાવતી પુષ્કરની મોનાલિસા સોશ્યલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે.