કૂતરો કરડ્યા પછી ૧૮ કલાકમાં જ હડકવા થયો યુવાનને

23 December, 2025 04:21 PM IST  |  Aligarh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના અલીગઢ પાસેના ઉટવારા ગામમાં રહેતા ૨૩ વર્ષના રામકુમારને રાતના સમયે એક રખડુ કૂતરાએ બચકું ભરી લીધું હતું. બચકું ભરવાથી એક નાનકડો જખમ થયો હતો એટલે રામકુમારે ઘરે આવીને ઘાને સાબુના પાણીથી ધોઈ નાખ્યો હતો.

કૂતરો કરડ્યા પછી ૧૮ કલાકમાં જ હડકવા થયો યુવાનને

ઉત્તર પ્રદેશના અલીગઢ પાસેના ઉટવારા ગામમાં રહેતા ૨૩ વર્ષના રામકુમારને રાતના સમયે એક રખડુ કૂતરાએ બચકું ભરી લીધું હતું. બચકું ભરવાથી એક નાનકડો જખમ થયો હતો એટલે રામકુમારે ઘરે આવીને ઘાને સાબુના પાણીથી ધોઈ નાખ્યો હતો. બીજા દિવસે પબ્લિક હેલ્થ સેન્ટર પર જઈને હડકવાની રસી લેવા જવાનું વિચાર્યું હતું, પણ સવારે નાહી-ધોઈને જમીને તે હેલ્થ સેન્ટર પર જવાની તૈયારી કરી રહ્યો હતો એ જ વખતે લગભગ બે વાગ્યે તેની હાલત બગડવા માંડી. તે જોરજોરથી ચીસો પાડવા લાગ્યો અને જીભ કાઢીને કૂતરાની જેમ ઘરઘરાટી બોલાવવા લાગ્યો. પરિવારના જે લોકો નજીક જતા તેને તે કરડવાની કોશિશ કરતો હોવાથી તેના ભાઈઓએ તેને ખાટલા સાથે બાંધી દીધો. એ પછી તે પોતાને બચકું ભરવા માંડ્યો હતો. પરિવારજનો તેને ખાટલા પર બાંધીને જ દવાખાને લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ તપાસીને રામકુમારને ચેપી રોગની હૉસ્પિટલમાં ભરતી કરવાની સૂચના આપી. તેને દિલ્હીમાં મોટી હૉસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. એ ઘટના પછી ગામલોકો ચિંતામાં છે, કેમ કે રામકુમારને કરડનાર કૂતરો ગામમાં ખુલ્લો ફરી રહ્યો છે. 

offbeat news uttar pradesh aligarh national news indian government