એક ભાઈને બચાવવા કુંડમાં કૂદી ૩ બહેનો, ચારેય બચી ન શક્યાં

31 August, 2026 12:56 PM IST  |  Dholpur | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના ધૌલપુરમાં કુંડ પાસે સેલ્ફી લેતી વખતે ૨૩ વર્ષનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. ભાઈને બચાવવા કુંડમાં કૂદેલી તેની ત્રણ બહેનો પણ ડૂબી ગઈ હતી. પોલીસે ચારેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

એક ભાઈને બચાવવા કુંડમાં કૂદી ૩ બહેનો, ચારેય બચી ન શક્યાં

રાજસ્થાનના ધૌલપુરમાં ગઈ કાલે એક દર્દનાક ઘટના ઘટી. નથુઆપુરા ગામનો ૨૩ વર્ષનો ભોલુ ઉર્ફે રવિ નામનો યુવાન હીરામન બાબા મંદિરમાં દર્શન કરીને કુંડ પાસે સેલ્ફી લેવા ગયો હતો. જોકે ત્યાં તેનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ડૂબી ગયો. ભાઈને ડૂબતો જોઈને તેની ૩ બહેનો મનોરમા, બોટો અને નિશા પણ કુંડમાં કૂદી પડી. જોકે રવિ પાણીમાં ખૂબ ઊંડે જતો રહ્યો હતો. તેને કાઢવાના પ્રયત્નમાં ૩ બહેનો પણ પાછી પાણીની સપાટી પર આવી શકી નહોતી. કુંડ પાસે ગામલોકો ભેગા થઈ ગયા અને તરત જ પોલીસને જાણ કરીને તરવૈયાઓને બોલાવવામાં આવ્યા. પોલીસને ૩ બહેનોનાં શબ તો મળી ગયાં, પણ યુવાનનું શબ છેક બપોર પછી મળ્યું હતું.

rajasthan accident news offbeat news hatke news