ચિતા પર અગ્નિદાહ માટે રાખેલો મૃતદેહ થઈ ગયો જીવતો! રાજસ્થાનમાં બનેલી આ ઘટના જાણી ચોંકી જશો

22 November, 2024 09:32 PM IST  |  Jaipur | Gujarati Mid-day Online Correspondent

Rajasthan Man declared Dead wake up before cremation: કથિત મેડિકલ સ્ટાફ અને ડૉક્ટરોની બેદરકારીના આ ઉદાહરણને પગલે, જિલ્લા કલેક્ટર રામાવતાર મીનાએ ગુરુવારે રાત્રે ડૉ. યોગેશ જાખડ, ડૉ. નવનીત મીલ અને PMO ડૉ. સંદીપ પાચરને સસ્પેન્ડ કર્યા હતા.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

મૃત્યુ થયા બાદ મૃતદેહના અંતિમ સંસ્કારની (Rajasthan Man declared Dead wake up before cremation) ક્રિયા કરવામાં આવે છે, પણ ક્યારે એવું બન્યું છે કે ચિતા પર સૂતેલી વ્યક્તિ મરણ પથારીમાંથી ઊભી થઈ જાય? આવો કિસ્સો સાંભળીએ તો તે ખૂબ જ ડરામણો લાગે છે. જોકે આવો જ એક સમાન કિસ્સો રાજસ્થાનમાં બન્યો છે. જેમાં એક વ્યક્તિને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા બાદ તેને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેના મૃતદેહને અગ્નિ માટે ચિતા પર મૂકવામાં આવતા તે જીવતો હોવાનું સામે આવ્યું હતું.

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં મેડિકલ સ્ટાફ દ્વારા મૃત જાહેર કરાયેલા 25 વર્ષીય કર્ણ બધિર અને મૂંગા વ્યક્તિ રોહિતેશ કુમારે તેના અગ્નિસંસ્કાર પહેલા જીવતા હોવાના ચિહ્નો દર્શાવ્યા હતા. આ ઘટનાની જાણ થયા એડી હૉસ્પિટલના ત્રણ ડૉક્ટરોને (Rajasthan Man declared Dead wake up before cremation) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રોહિતેશ કુમારનો કોઈ પરિવાર ન હતો જેથી તે એક આશ્રય ગૃહનો રહેવાસી હતો જે તરત જ જિલ્લા હૉસ્પિટલના સઘન સંભાળ એકમમાં પાછો ફર્યા, જ્યાં તે હાલમાં સારવાર લઈ રહ્યો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે તેની સ્થિતિ હવે સ્થિર છે. કથિત મેડિકલ સ્ટાફ અને ડૉક્ટરોની બેદરકારીના આ ઉદાહરણને પગલે, જિલ્લા કલેક્ટર રામાવતાર મીનાએ ગુરુવારે રાત્રે ડૉ. યોગેશ જાખડ, ડૉ. નવનીત મીલ અને PMO ડૉ. સંદીપ પાચરને સસ્પેન્ડ કર્યા હતા.

જિલ્લા કલેક્ટરે એક તપાસ સમિતિની રચના કરી અને આ ઘટના અંગે તબીબી વિભાગના સચિવને જાણ કરી. પોલીસે આપેલા અહેવાલો દર્શાવે છે કે ગુરુવારે કુમારની તબિયત બગડતાં તેને ઝુંઝુનુની BDK હૉસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં દાખલ થયેલા કુમારની સારવાર માટે બિનજવાબદાર બન્યા પછી, હૉસ્પિટલના (Rajasthan Man declared Dead wake up before cremation) ડૉક્ટરોએ તેને બપોરે બે વાગ્યાની આસપાસ મૃત જાહેર કર્યા અને તેના મૃતદેહને શબઘરમાં મૂક્યો હતો. તે બાદ પોલીસે જરૂરી દસ્તાવેજો પૂર્ણ કર્યા અને મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ ગયા હતા. સઘન સંભાળ એકમમાં દાખલ હોવા છતાં, તબીબોએ ઉતાવળમાં યોગ્ય તપાસ કર્યા વિના તેને મૃત જાહેર કર્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ પણ ન કર્યું હતું.

પોલીસે આપેલા અહેવાલો મુજબ જ્યારે કુમારના શરીરને અંતિમ સંસ્કાર માટે ચિતા પર મૂકવામાં આવ્યું હતું, કુમારે શ્વાસ લેતો હોવાના સંકેતો દર્શાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં તેને માટે તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, અને કુમારને પાછો (Rajasthan Man declared Dead wake up before cremation) હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહેસૂલ અધિકારી મહેન્દ્ર મુંડ અને સામાજિક ન્યાય વિભાગના નાયબ નિયામક પવન પુનિયાએ હૉસ્પિટલની મુલાકાત લીધી હતીને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કલેક્ટર રામાવતાર મીણાએ આ ગંભીર તબીબી બેદરકારીના કેસની વ્યાપક વિભાગીય તપાસ શરૂ કરી છે, તપાસ અહેવાલ રાજસ્થાન આરોગ્ય વિભાગને પહેલેથી જ સુપરત કરવામાં આવ્યો છે.

offbeat news rajasthan national news jaipur medical information social media