૬૦ વર્ષના સંત દંડવત્ યાત્રા કરીને ખાટૂશ્યામ મંદિર પહોંચશે

26 March, 2025 03:55 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ખાટૂશ્યામજીના ભક્તો તેમને ભોજન, પાણી અને જરૂરી ચીજો રસ્તામાં આપતા રહે છે. સંત કેદાર કટારાનીઆ ૧૩મી દંડવત્-યાત્રા છે.

કેદાર કટારા નામના ૬૦ વર્ષના સંત

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રૂપવાસ ગામથી કેદાર કટારા નામના ૬૦ વર્ષના સંત અનોખી દંડવત્-યાત્રાએ નીકળ્યા છે. રૂપવાસ ગામના શ્રી ચિંતામણિ હનુમાન મંદિરથી તેમણે દંડવત્ કરતાં-કરતાં યાત્રા કરવાનું શરૂ કરેલું. ૫૧૦ દિવસમાં તેઓ ૧૩૨ કિલોમીટરનૂં અંતર કાપી ચૂક્યા છે. અત્યારે જયપુર-આગરા નૅશનલ હાઇવે પર તેઓ દંડવત્-યાત્રા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ ૭,૫૧,૦૦૦ દંડવત્ કરી ચૂક્યા છે અને હજી ૭ વર્ષ તેમની આ યાત્રા ચાલતી રહેશે. કુલ ૧૭,૬૫,૫૫૧ દંડવત્ કરીને તેઓ સીકરમાં આવેલા ખાટૂશ્યામજીના મંદિર પહોંચશે. જોકે આ યાત્રા પૂરી કરતાં ૨૦૩૦નું વર્ષ આવી જશે.

તેઓ દરરોજ ૨૧૦૦ દંડવત્ કરે છે અને માત્ર ૩૦૦થી ૪૦૦ મીટરનું અંતર જ કાપી શકે છે.  સંત કબીર કટારાએ આ મિશન સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે હાથ ધર્યું છે. તેઓ વન અને ગૌવંશની રક્ષા, વિશ્વ શાંતિ થકી માનવ કલ્યાણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતાનો સંદેશો ફેલાવી રહ્યા છે. એકલપંડે જ યાત્રા કરતા સંત કેદાર કટારાએ તેમની મોટરસાઇકલની ઉપર રથ જેવો ઢાંચો બનાવી દીધો છે. એમાં ખાટૂશ્યામજીની અખંડ જ્યોત પ્રગટાવવી છે. દિવસ દરમ્યાન યાત્રા પૂરી કરીને તેઓ આ જ રથમાં રાતવાસો કરી લે છે. ખાટૂશ્યામજીના ભક્તો તેમને ભોજન, પાણી અને જરૂરી ચીજો રસ્તામાં આપતા રહે છે. સંત કેદાર કટારાનીઆ ૧૩મી દંડવત્-યાત્રા છે.

offbeat news rajasthan hinduism national news india