સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે ટૉપ કરનારી વિદ્યાર્થિનીઓને કરાવી હેલિકૉપ્ટરની સફર

16 March, 2026 02:26 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર ઢાકાએ તેમના સ્ટુડન્ટ્સને પ્રૉમિસ આપ્યું હતું કે જે વિદ્યાર્થીઓ સ્કૂલની પરીક્ષામાં ટૉપ કરશે તેમને તેઓ જે ઇચ્છશે એ ઇનામ આપશે. આ પ્રૉમિસ તેમણે નિભાવ્યું પણ ખરું.

સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે ટૉપ કરનારી વિદ્યાર્થિનીઓને કરાવી હેલિકૉપ્ટરની સફર

રાજસ્થાનની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર ઢાકાએ તેમના સ્ટુડન્ટ્સને પ્રૉમિસ આપ્યું હતું કે જે વિદ્યાર્થીઓ સ્કૂલની પરીક્ષામાં ટૉપ કરશે તેમને તેઓ જે ઇચ્છશે એ ઇનામ આપશે. આ પ્રૉમિસ તેમણે નિભાવ્યું પણ ખરું. સ્કૂલની પરીક્ષામાં ત્રણ છોકરીઓ ટૉપ પર આવી એટલે રાજેન્દ્ર ઢાકાએ તેમને પૂછ્યું કે ઇનામમાં તેમને શું જોઈએ છે? તો છોકરીઓએ હેલિકૉપ્ટરમાં સફર કરવાની ઇચ્છા જતાવી. વિદ્યાર્થિનીઓની આ ઇચ્છાને પ્રિન્સિપાલે ગંભીરતાથી લીધી અને પોતાના અંગત ખર્ચે હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરાવીને તેમને જયપુરના આકાશમાં હેલિકૉપ્ટરમાં ફેરવી. ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી છોકરીઓ માટે હવાઈયાત્રા પહેલી વારનો અનુભવ હતો. તેમના માટે તો સપનું સાચું પડ્યા જેવો અનુભવ હતો. પ્રિન્સિપાલનું કહેવું છે કે આ પહેલનો ઉદ્દેશ માત્ર સ્ટુડન્ટ્સને ઇનામ આપવાનો જ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રેરિત કરવાનો હતો. 

rajasthan national news offbeat news Bharat india