સ્નો લેપર્ડનું ફુટેજ જોઈને નેટિઝન્સ સરપ્રાઇઝ્‍ડ

29 November, 2022 11:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુસંતા નંદાએ ટ્વિટર પર આ ફુટેજ શૅર કર્યું હતું.

સ્નો લેપર્ડ

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ખૂબ પડકારજનક છે, કેમ કે પ્રાણીઓ માણસોની જેમ પોઝ આપવા તૈયાર હોતાં નથી. રિસન્ટ્લી સ્નો લેપર્ડનું એક રૅર ફુટેજ જોઈને નેટિઝન્સ સરપ્રાઇઝ થયા છે. ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુસંતા નંદાએ ટ્વિટર પર આ ફુટેજ શૅર કર્યું હતું. આ યુનિક ફુટેજમાં સ્નો લેપર્ડ રિલૅક્સ મોડમાં જોઈ શકાય છે. નંદાએ જણાવ્યું હતું કે આ ફુટેજ કારાકોરમ રેન્જનું છે. 

 

offbeat news viral videos national news