23 July, 2026 07:44 PM IST | Gurugram | Gujarati Mid-day Correspondent
૭૫ લાખ રૂપિયાની વ્હિસ્કીની બૉટલ જોવા ભીડ ઊમટી, દુકાનદારે ગાર્ડ ગોઠવવા પડ્યા
હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્હિસ્કીની બૉટલ જોવા માટે લોકોની ભીડ ઊમટી રહી છે. એનું કારણ એ દારૂનો સ્વાદ નહીં પણ એની કિંમત છે. આ વ્હિસ્કીની બૉટલ સ્કૉટલૅન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. ગુરુગ્રામની એક વાઇન શૉપમાં એને કાચની પેટીમાં સજાવીને લોકોને જોવા માટે મૂકવામાં આવી છે. રૅર અને પ્રીમિયમ કલેક્શનના શોખીનો માટે આ આલ્કોહોલ મગાવ્યો છે. જોકે લોકો ખરીદવા નહીં, એ બૉટલ સાથે સેલ્ફી લેવા આવતા હોવાથી દુકાનદારે એની સંભાળ માટે બે ગાર્ડ તહેનાત કરવા પડ્યા છે.