વાંદરા કરતાંય વધુ કુશળતાથી આ માણસ એક વૃક્ષ પરથી બીજા પર કૂદકા મારે છે

27 July, 2024 11:46 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના લિયોપોલ્ડ હર્બિન નામના ભાઈ ૧૦૦-૧૫૦ ફુટના વૃક્ષ પર આરામથી ચડી જાય છે અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર એમ જ કૂદકો મારે છે.

ફ્રાન્સના લિયોપોલ્ડ હર્બિન

ફિલ્મોમાં તો ટારઝન જોવા મળે, પણ રિયલ લાઇફમાં ટારઝન જેવાં કારનામાં કરનારો એક માણસ સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. ફ્રાન્સના લિયોપોલ્ડ હર્બિન નામના ભાઈ ૧૦૦-૧૫૦ ફુટના વૃક્ષ પર આરામથી ચડી જાય છે અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર એમ જ કૂદકો મારે છે. લિયો અર્બન યુઝરનેમ સાથે તે સોશ્યલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરે છે જેમાં તે જાણે ડગલાં માંડતો હોય એટલી સહજતાથી વૃક્ષોની ડાળીઓ પર પગલાં ભરે છે. ૯૦ ફુટ ઊંચા વૃક્ષની એક ડાળી પર તે ઊભો છે. જોકે એ ડાળી તૂટી જાય છે અને એ જ વખતે લિયો જમ્પ મારીને દૂરની ડાળી પર ઠેકડો મારે છે. નવાઈની વાત એ છે કે તેના પગ પણ એટલી સહજતાથી ડાળી સાથે ચોંટી જાય છે અને તે સંતુલન પણ જાળવી લે છે એ જોવા જેવું છે.

france viral videos social media offbeat news international news