રશિયાનો મોટો નિર્ણય : હવે ૩૯ વર્ષ સુધીના લોકોને ગણવામાં આવશે યુવાન

20 May, 2026 12:07 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

સ્વાસ્થ્ય-મંત્રાલયના અધિકારીઓએ આ નિર્ણય પાછળ લોકોના વધતા આયુષ્ય અને ધીમી પડી રહેલી વૃદ્ધત્વની પ્રક્રિયાને મુખ્ય કારણ ગણાવ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

રશિયાના સ્વાસ્થ્ય-મંત્રાલયે યુવા અવસ્થાની વયમર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. રશિયન સરકારી મીડિયા RTના અહેવાલ અનુસાર દેશમાં હવે ૩૯ વર્ષ કે એથી ઓછી ઉંમરના તમામ લોકોને સત્તાવાર રીતે ‘યુવાન’ ગણવામાં આવશે.

સ્વાસ્થ્ય-મંત્રાલયના અધિકારીઓએ આ નિર્ણય પાછળ લોકોના વધતા આયુષ્ય અને ધીમી પડી રહેલી વૃદ્ધત્વની પ્રક્રિયાને મુખ્ય કારણ ગણાવ્યું છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આજની પેઢીના લોકો અગાઉની પેઢીઓની સરખામણીએ લાંબા સમય સુધી શારીરિક અને માનસિક રીતે સક્રિય તેમ જ ઊર્જાવાન રહે છે. આ બદલાતા જીવનસ્તર અને બાયોલૉજિકલ ફૅક્ટર્સને ધ્યાનમાં રાખીને સરકારે યુવાનીની વ્યાખ્યા અને વયમર્યાદાનો વ્યાપ વધાર્યો છે. આ નિર્ણયથી દેશની સામાજિક અને રોજગાર નીતિઓ પર પણ વ્યાપક અસર પડી શકે છે.

russia offbeat news international news world news news