ગર્ભમાં બાળક ખામીવાળું હતું, કપલે સરોગેટ મધરને ગર્ભ પડાવી નાખવા કહ્યું, પાંચ કરોડનો કેસ

16 July, 2026 02:20 PM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

કૅનેડામાં એક અમીર સમલૈંગિક કપલે તેમના સંતાનને જન્મ આપનારી સરોગેટ મધર પર પાંચ કરોડ રૂપિયાનો કેસ ઠોક્યો છે. કપલની નારાજગી એટલી જ હતી કે સરોગેટ મધરે બાવીસ અઠવાડિયાંના ગર્ભને પડાવી નાખવાની ના પાડી દીધી.

ગર્ભમાં બાળક ખામીવાળું હતું, કપલે સરોગેટ મધરને ગર્ભ પડાવી નાખવા કહ્યું, પાંચ કરોડનો કેસ

કૅનેડામાં એક અમીર સમલૈંગિક કપલે તેમના સંતાનને જન્મ આપનારી સરોગેટ મધર પર પાંચ કરોડ રૂપિયાનો કેસ ઠોક્યો છે. કપલની નારાજગી એટલી જ હતી કે સરોગેટ મધરે બાવીસ અઠવાડિયાંના ગર્ભને પડાવી નાખવાની ના પાડી દીધી. આ ઘટના ૨૦૨૪ની છે. સરોગેટ મધરને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો અને ડૉક્ટરોએ રિપોર્ટમાં કહ્યું કે ગર્ભમાંના બાળકનો હોઠ થોડો કપાયેલો છે. બસ આટલી ખામીની વાત સાંભળીને કપલ ગભરાઈ ગયું અને તેમણે તરત જ સરોગેટ મધરને એ ગર્ભ પડાવી નાખવાનું કહ્યું. જોકે સરોગેટ મધરે આ માટે ધરાર ના પાડી દીધી. તેનું કહેવું હતું કે માત્ર ચહેરાની ખામી માટે થઈને અબૉર્શન કરાવવા તે તૈયાર નથી, એ બાળકને પ્લાસ્ટિક સર્જરીથી પણ નૉર્મલ લુક મળી જ શકે છે. જોકે ગભરાયેલા કપલે આ વાતને અલગ રીતે લીધી. તેમણે કોર્ટમાં કેસ કર્યો કે સરોગેટ મધર તેમના કૉન્ટ્રૅક્ટને ફૉલો નથી કરી રહી અને ખામીયુક્ત બાળકની જવાબદારી અમારા માથે થોપીને તે અમને બરબાદ કરવા માગે છે. જોકે કૅનેડાની કોર્ટે આ વાત માન્ય રાખી નહીં. કોર્ટનું કહેવું છે કે બાળકને અબૉર્ટ કરવું કે નહીં એ તે જ વ્યક્તિ નક્કી કરી શકે જેના ગર્ભમાં બાળક હોય. એ પછી તો ડિલિવરી પણ થઈ ગઈ. યુગલ એ બાળકને પણ લઈ ગયું અને પ્રેગ્નન્સી દરમ્યાનનો ખર્ચ પણ ન આપ્યો. હજી પાંચ કરોડના દાવાનો કેસ ચાલી રહ્યો છે. 

canada offbeat news world news international news news