17 January, 2026 12:30 PM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
સોના માટે ઊંડી ખાણોનું ખોદકામ જ કરવું પડે એવું નથી. સાઉદી અરેબિયાની સરકારી માઇનિંગ કંપની માદેનનો દાવો છે કે એને ૪ અલગ-અલગ જગ્યાએ રેતીમાં સોનાનો મોટો ભંડાર મળી આવ્યો છે.
આ ભંડાર લગભગ ૨.૨૧ લાખ કિલો સોનાનો હોવાની સંભાવના છે. કંપનીના કહેવા મુજબ રેતીવાળી જમીનમાંથી જે સૅમ્પલ મળ્યાં છે એમાં સારીએવી માત્રામાં સોનું છે. એક ટન માટી અને રેતીમાંથી ૧૦થી ૨૦ ગ્રામ જેટલું સોનું મળે છે.