૧૦૦ વર્ષ પછી વૈજ્ઞાનિકોએ શોધી કાઢી ટાઇગરને મળતી આવતી પ્રજાતિની બિલાડી

19 September, 2026 02:36 PM IST  |  Bolivia | Gujarati Mid-day Correspondent

બોલિવિયામાં મળી આવેલી બિલાડીના જનીનગત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વંશ લગભગ ૧૪ લાખ વર્ષ પહેલાં અન્ય ટાઇગર કૅટ્સથી અલગ થઈ ગયો હતો

ઘરોમાં જોવા મળતી બિલાડી કરતાંય આ નાની અને હલકા ભૂરા રંગની છે

‍સાઉથ અમેરિકાના દેશ બોલિવિયામાં વાદળોથી ઘેરાયેલાં રહેતાં જંગલોમાં એક બિલાડી મળી છે. આ નવી જ પ્રજાતિની બિલાડી છે જેના અસ્તિત્વની આજ સુધી કોઈને ખબર નહોતી. યુંગાસ નામના પહાડ પર ૧૦૦ વર્ષ બાદ નવી પ્રજાતિની બિલાડી મળી આવી છે જેનું વૈજ્ઞાનિક નામ લિઓપાર્ડસ ટિકાયો રાખવામાં આવ્યું છે. છેલ્લાં ૧૦૦ વર્ષથી વધુ સમયથી કોઈ જીવતી બિલાડી આ પ્રજાતિની જોવા મળી નથી. આ ખૂબ જ સ્મૉલ સાઇઝનું પ્રાણી છે. લંબાઈ માત્ર ૪૬ સેન્ટિમીટર છે અને વજન માત્ર ૧.૪ કિલોગ્રામ. ઘરોમાં જોવા મળતી બિલાડી કરતાંય આ નાની અને હલકા ભૂરા રંગની છે. એના શરીરે ગોળ-ગોળ આકાર હોય છે.

બોલિવિયામાં મળી આવેલી બિલાડીના જનીનગત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વંશ લગભગ ૧૪ લાખ વર્ષ પહેલાં અન્ય ટાઇગર કૅટ્સથી અલગ થઈ ગયો હતો. ટાઇગર કૅટ્સના જ મૂળભૂત કોષોમાંથી કાળક્રમે આ બિલાડીની પ્રજાતિનો ઉદ્ભવ થયો છે. કદાચ એ જ કારણ છે કે એના શરીર પર સામાન્ય બિલાડીની જેમ ભૂરા પટ્ટાઓ નહીં પણ દીપડા અને ચિત્તાની જેમ ગોળાકાર નિશાનીઓ છે.

bolivia wildlife offbeat news international news world news news