18 October, 2025 01:38 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent
દરિયાઈ સૃષ્ટિને ઉજાગર કરતાં શિલ્પો
ઑસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પાસે છેલ્લાં લગભગ ૨૭ વર્ષથી વિશિષ્ટ પ્રકારનો શિલ્પોત્સવ ઊજવાય છે. દુનિયાભરના કલાકારો બીચના કિનારે તેમણે જોયેલાં દૃશ્યો જેમાં દરિયાઈ જીવો પણ સામેલ હોય એવાં શિલ્પો બનાવે છે. આ વાર્ષિકોત્સવમાં જે દેશના કલાકારો અહીં પોતાની આર્ટ રજૂ કરે છે તેઓ પોતપોતાના દરિયાની ખાસિયતોને પણ એમાં વણી લે છે. આ વખતે લગભગ ૧૦૦ આર્ટિસ્ટોએ અહીં પોતાની કૃતિ રજૂ કરી છે જે એક-એકથી ચડિયાતી છે.