ખોદકામ દરમ્યાન ચમકતા પથ્થરો નીકળ્યા, લોકોએ લૂંટ મચાવતાં કામ રોકવું પડ્યું

14 February, 2026 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના અલવરમાં એક બોરવેલનું ખોદકામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન જમીનની અંદરથી જે પથ્થર નીકળી રહ્યા હતા એ ચાંદી જેવા ચળકતા હતા. બોરવેલનું ખોદકામ ૮૦૦ ફુટથી વધુ ઊંડું ગયું એ પછી એમાંથી ચમકતા પથરા નીકળવા લાગ્યા.

ખોદકામ દરમ્યાન ચમકતા પથ્થરો નીકળ્યા, લોકોએ લૂંટ મચાવતાં કામ રોકવું પડ્યું

રાજસ્થાનના અલવરમાં એક બોરવેલનું ખોદકામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન જમીનની અંદરથી જે પથ્થર નીકળી રહ્યા હતા એ ચાંદી જેવા ચળકતા હતા. બોરવેલનું ખોદકામ ૮૦૦ ફુટથી વધુ ઊંડું ગયું એ પછી એમાંથી ચમકતા પથરા નીકળવા લાગ્યા. ભરબપોરે ચાલી રહેલા આ કામમાં પથ્થરોની વચ્ચે ચળકતા ધાતુના ટુકડાઓને મજૂરો ચાંદી સમજી બેઠા. અસલી ચાંદીના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે આસપાસના લોકોએ એને ચાંદી ગણીને બરાબર લૂંટ ચલાવી. આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો પણ આ લૂંટમાં સામેલ થવા લાગતાં પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ. આખરે ખોદકામ અટકાવવું પડ્યું અને ધાતુના જે ટુકડા નીકળ્યા હતા એ ખરેખર શાના છે એની તપાસ માટે એને લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

rajasthan offbeat news national news india bharat