બસની છત ૬ ફુટ ઊંચી અને કન્ડક્ટર ૬.૫ ફુટનો

07 May, 2026 01:19 PM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

એક વર્ષ એ કામ કર્યા પછી ફરીથી અમીન અહમદને કન્ડક્ટરનું કામ આપવામાં આવ્યું છે. ઊંચી હાઇટને કારણે રોજના દસ કલાક તેણે ગરદન વાંકી રાખીને બસમાં સફર કરવી પડે છે. એને કારણે ગરદન અને પીઠની પીડા અસહ્ય થવા લાગી છે.

બસની છત ૬ ફુટ ઊંચી અને કન્ડક્ટર ૬.૫ ફુટનો

તેલંગણ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનમાં કન્ડક્ટર તરીકે કામ કરતો ૬.૫ ફુટનો અમીન અહમદ અંસારી આજકાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. અમીન અહમદની હાઇટને કારણે રાજ્યના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ તેને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બીજા કોઈ પદનું કામ સોંપવાનું કહ્યું હતું. એક વર્ષ એ કામ કર્યા પછી ફરીથી અમીન અહમદને કન્ડક્ટરનું કામ આપવામાં આવ્યું છે. ઊંચી હાઇટને કારણે રોજના દસ કલાક તેણે ગરદન વાંકી રાખીને બસમાં સફર કરવી પડે છે. એને કારણે ગરદન અને પીઠની પીડા અસહ્ય થવા લાગી છે. રાતે ઊંઘ પણ નથી આવતી. વાત એમ છે કે અમીનને આ નોકરી ૨૦૨૧માં તેના પપ્પાના મૃત્યુ પછી વારસામાં મળી છે. એ જ વખતે અમીન અહમદ અન્સારીનું ભણવાનું પૂરું થયું હતું. તેના પપ્પા કન્ડક્ટર હતા એટલે તેને પણ આ કામ મળ્યું. એને કારણે કલાકો સુધી બસમાં માથું આડું કરીને ફરવું પડે છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એક વર્ષ સુધી તેને સ્પેશ્યલ કેસ ગણીને બીજી ડ્યુટી આપવામાં આવી એ હવે કન્ટિન્યુ કરી શકાય એમ નથી. 

offbeat news social media telangana national news india Bharat