૧૩,૦૦૦ ફુટ ઊંચે સ્કાયડાઇવર્સે હવામાં ડિનર કર્યું

06 July, 2026 03:36 PM IST  |  Arizona | Gujarati Mid-day Correspondent

સ્કાયડાઇવિંગ માટે એ સજાવેલું ટેબલ પણ પ્લેનમાં લઈ જવામાં આવ્યું હતું. ૧૩,૦૦૦ ફુટથી વધુની ઊંચાઈએ પહોંચ્યા પછી પ્લેન સાથે જોડાયેલા ટેબલને વિમાનથી બહાર કાઢવામાં આવ્યું

છ સ્કાયડાઇવર્સ સીટ સાથે બંધાઈને જ કૂદ્યા હતા અને ડિનર-ટેબલ પર ૪૦ સેકન્ડ માટે ડિનર માણ્યું હતું

અમેરિકાના ઍરિઝૉનામાં ૬ સ્કાયડાઇવર્સે ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએ હવામાં ઊડતા ટેબલ પર ડિનર કરવાનો સ્ટન્ટ કર્યો હતો. નવાઈની વાત એ હતી કે આ ડિનર માત્ર ૪૦ સેકન્ડનું જ હતું. અમેરિકાના નાઇટ્રો સર્કલ નામના ગ્રુપે આ સ્ટન્ટ કર્યો હતો. એ માટે એક ડિનર-ટેબલ સજાવવામાં આવ્યું હતું. ટેબલ પર સફેદ ટેબલક્લોથની ઉપર પ્લેટ, સ્ટેક, વાઇનનો ગ્લાસ અને ચમચી ચીપકાવીને રાખવામાં આવ્યાં હતાં. સ્કાયડાઇવિંગ માટે એ સજાવેલું ટેબલ પણ પ્લેનમાં લઈ જવામાં આવ્યું હતું. ૧૩,૦૦૦ ફુટથી વધુની ઊંચાઈએ પહોંચ્યા પછી પ્લેન સાથે જોડાયેલા ટેબલને વિમાનથી બહાર કાઢવામાં આવ્યું અને છ સ્કાયડાઇવર્સ સીટ સાથે બંધાઈને જ કૂદ્યા હતા અને ડિનર-ટેબલ પર ૪૦ સેકન્ડ માટે ડિનર માણ્યું હતું. એ પછી બધાએ પૅરૅશૂટ ખોલીને સુરક્ષિત લૅન્ડિંગ કર્યું હતું. આ સ્ટન્ટનું નેતૃત્વ સ્ટીવ કર્ટિસ અને સારા કર્ટિસ નામના યુગલે કર્યું હતું. બન્ને ૨૫,૦૦૦થી વધુ વાર સ્કાયડાઇવ કરી ચૂક્યાં છે અને અનેક વિશ્વસ્તરીય વિક્રમો બનાવી ચૂક્યાં છે. નાઇટ્રો સર્કસના આ સ્ટન્ટનું શીર્ષક હતું ડિનર ફૉર સિક્સ. આસમાનમાં અસાધારણ ઊંચાઈએ થયેલું આ ડિનર એક રોમાંચક અનુભવ તરીકે અન્ય લોકોને પણ કરાવવામાં આવી શકે છે. 

united states of america offbeat news international news world news news