મહિલાએ ફ્લાવર સમારતી વખતે એમાંથી સાપોલિયું નીકળી આવ્યું

10 August, 2026 06:07 PM IST  |  Aurangabad | Gujarati Mid-day Correspondent

ઔરંગાબાદમાં શાકભાજીમાંથી અજીબ ઘટના સામે આવી છે. માર્કેટમાંથી લાવેલા ફ્લાવરમાંથી સાપનું બચ્ચું નીકળતાં મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી. વરસાદની સીઝનમાં શાકભાજી બરાબર સાફ કરીને ખાવાની સલાહ ફરી ચર્ચામાં આવી છે.

મહિલાએ ફ્લાવર સમારતી વખતે એમાંથી સાપોલિયું નીકળી આવ્યું

વરસાદની સીઝનમાં શાકભાજી બરાબર સાફ કરીને ખાવાં જોઈએ એવું કેમ કહેવાય છે એનો તાજો કિસ્સો ઔરંગાબાદમાં બન્યો છે. કુંદન પાઠક નામના ભાઈ શનિવારે માર્કેટમાંથી ફ્લાવર ખરીદીને લાવ્યા હતા. રાતે ખીચડી બનાવવાની તૈયારી હતી અને એમાં થોડુંક ફ્લાવર નાખવા માટે જ્યારે તેમની પત્નીએ ફ્લાવર કાપ્યું તો એમાંથી સાપનું એક બચ્ચું બહાર નીકળતાં મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી. ફ્લાવરમાંથી ઇયળો નીકળે છે એ તો જાણતા હતા, પરંતુ સાપોલિયું નીકળે એ તો ડરામણું કહેવાય.

maharashtra aurangabad maharashtra news offbeat news hatke news