20 June, 2025 12:33 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
એક જંગલી સિંહ સ્ટોરમાં ઘૂસી જાય છે અને એ સીધો જ્યાં પૅકેજ્ડ મીટ પડ્યું છે ત્યાં જ હલ્લો બોલાવે છે
તમે જે શૉપિંગ મૉલમાં ગ્રૉસરી ખરીદવા જાઓ છો ત્યાં તમારી સાથે શૉપિંગની લાઇનમાં સિંહભાઈ પણ હોય તો? સાઉથ આફ્રિકામાં હો તો કદાચ આવું શક્ય છે. સોશ્યલ મીડિયામાં સાઉથ આફ્રિકન ગ્રૉસરી સ્ટોરનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક જંગલી સિંહ સ્ટોરમાં ઘૂસી જાય છે અને એ સીધો જ્યાં પૅકેજ્ડ મીટ પડ્યું છે ત્યાં જ હલ્લો બોલાવે છે. રૅક પરથી તૈયાર માંસનાં પડીકાં જ એણે ખાવાનું શરૂ કરી દીધું હતું. અચાનક જ એક કર્મચારી એ લાઇનમાં ગયો ને ત્યાં સિંહભાઈને મિજબાની ઉડાવતા જોઈને થથરીને ત્યાંથી કલ્ટી મારી ગયો હતો. ત્યાં હાજર ગાર્ડ, સ્ટાફ અને ગ્રાહકોમાં જબરદસ્ત અફરાતફરી મચી ગઈ હતી. આ આખી ઘટના સ્ટોરના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તરત જ સ્ટોરને બંધ કરીને વનવિભાગને જાણ કરી હતી. જંગલ ખાતાના અધિકારીઓએ ખૂબ મહેનત કરીને સિંહને કાબૂમાં કરીને પકડ્યો હતો અને એને પાછો જંગલમાં છોડ્યો હતો.