01 July, 2025 12:49 PM IST | Seoul | Gujarati Mid-day Correspondent
સાઉથ કોરિયાના ઓહ યોહાન
સાઉથ કોરિયાના ઓહ યોહાન નામના એક્સ-આર્મી મૅને જેની કલ્પના પણ ન થઈ શકે એવો એક રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ૨૪ કલાકમાં સૌથી વધુ પુલ-અપ્સ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ ચૅલેન્જ દરમ્યાન તેણે ૧૧,૭૦૭ પુશઅપ્સ કર્યા હતા. આમ તો આ કારનામું તેણે ગયા વર્ષે ૨૮ સપ્ટેમ્બરે કર્યું હતું, પરંતુ એને ઑફિશ્યલી ગિનેસમાં થોડા સમય પહેલાં જ સ્થાન મળ્યું છે. ઓહ યોહાનનું કહેવું છે કે તેનામાં હજીયે વધુ પુલ-અપ્સ કરવાનો સ્ટૅમિના બચ્યો હતો, પરંતુ તેણે ૧૧,૭૦૭ પુલ-અપ્સ પર અટકી જવાનું પસંદ કર્યું, કેમ કે તે આર્મીની એ ટુકડીનું સન્માન વધારવા માગતો હતો. ઓહ રિપબ્લિક ઑફ કોરિયાની ૭૦૭મા સ્પેશ્યલ મિશન ગ્રુપમાં હતો અને ૭૦૭ના આંકડાને માન આપવા માટે તેણે આ ફિગર પસંદ કર્યો હતો.