સ્પેનમાં અનોખી વાઇન ધુળેટી : ૫૦,૦૦૦ લીટર વાઇનથી લોકોએ એકબીજાને નવડાવ્યા

30 June, 2026 02:40 PM IST  |  La Rioja | Gujarati Mid-day Correspondent

આ રોમાંચક ઉત્સવમાં પ્રશાસન દ્વારા આશરે ૫૦,૦૦૦ લીટર વાઇનનો ઉપયોગ કરાય છે

આ રોમાંચક ઉત્સવની ઝલક

સ્પેનના હારો શહેરમાં દર વર્ષે ૨૯ જૂને અનોખી ‘વાઇન બૅટલ’ ઊજવાય છે. આ ઉત્સવ ભારતની ધુળેટી જેવો જ છે, પરંતુ અહીં રંગોના બદલે લોકો એકબીજા પર રેડ વાઇન ઢોળે છે.

આ રોમાંચક ઉત્સવમાં પ્રશાસન દ્વારા આશરે ૫૦,૦૦૦ લીટર વાઇનનો ઉપયોગ કરાય છે. સફેદ કપડાં અને રેડ સ્કાર્ફ પહેરીને આવેલા લોકો વૉટરગન અને ડોલ વડે એકબીજાને વાઇનથી નવડાવે છે, જેનાથી આખું શહેર જાંબલી રંગમાં રંગાઈ જાય છે.

આ પરંપરાની શરૂઆત છઠ્ઠી સદીની ધાર્મિક યાત્રા અથવા બારમી સદીનાં બે નગરો વચ્ચેના જમીનવિવાદથી થઈ હોવાનું મનાય છે.

spain holi offbeat news international news world news news