ખભે પલંગ ઊંચકીને દોડો

20 May, 2026 12:11 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

એમાં સ્પર્ધકોએ ૩૫ કિલો વજનનો લાકડાનો પલંગ ખભે ઊંચકીને દોડવાનું રહે છે

આ રેસ લગભગ આઠ કિલોમીટરની હોય છે

શ્રીલંકામાં હાલમાં એક અનોખી રેસ યોજાઈ. એમાં સ્પર્ધકોએ પલંગ પોતાના ખભે ઉપાડીને રોડ પર દોડ લગાવી હતી. શ્રીલંકામાં એપ્રિલ મહિના દરમ્યાન સિંહલા અને તામિલ ન્યુ યર ફેસ્ટિવલ દરમ્યાન આ પલંગ-રેસ યોજવાની પરંપરા છે. એમાં સ્પર્ધકોએ ૩૫ કિલો વજનનો લાકડાનો પલંગ ખભે ઊંચકીને દોડવાનું રહે છે. આ રેસ લગભગ આઠ કિલોમીટરની હોય છે. માન્યતા છે કે આ રેસ માત્ર તાકાત જ નહીં, ટીમવર્ક અને સંતુલનની પણ પરીક્ષા હોય છે. કેટલાક સ્પર્ધકો તો દાયકાઓથી આ રેસમાં ભાગ લે છે. અહીંનાં ગામો અને સમુદાયોમાં આ પરંપરા ખૂબ સન્માનનીય છે. 

sri lanka offbeat news international news world news news