18 November, 2026 02:28 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
ચર્ચની બહાર ખૂલ્યું ઓપન-ઍર જિમ
ચર્ચમાં તો લોકો પ્રેયર કરવા જ આવે, પણ લોકો માત્ર પ્રભુમાં શ્રદ્ધા ધરાવતા હોય એટલું પૂરતું નથી. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે પણ જાગૃત થાય એ માટે કેરલમના ત્રિશૂરમાં સેન્ટ જોસેફ ચર્ચના પ્રાંગણમાં ઓપન જિમ શરૂ થયું છે. ચર્ચનાં પ્રાંગણમાં બનેલા આ જિમને કારણે હવે ફિટનેસપ્રેમીઓ પ્રાર્થના કરીને થોડોક સમય જિમનાં મશીનો પર રનિંગ, વૉકિંગ, સાઇક્લિંગ અને પુશ-અપ્સ જેવી એક્સરસાઇઝ કરે છે. સામાન્ય રીતે ચર્ચ, મંદિર કે ધાર્મિક જગ્યાઓની બહાર શ્રદ્ધાળુઓ બેસી શકે એવા બગીચા બનાવવામાં આવે છે, પણ કેરલમના આ ચર્ચે અનોખી પહેલ કરી છે. જિમને કારણે હવે પ્રાર્થનાના સમય સિવાય પણ ઘણા લોકો ચર્ચની મુલાકાતે આવતા થઈ ગયા છે.