કોકેનની અસરથી માછલીઓની તરવાની સ્પીડ વધી જાય છે

27 April, 2026 02:53 PM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

આ અભ્યાસ જર્નલ કરન્ટ બાયોલૉજીમાં પ્રકાશિત થયો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે કોકેનને કારણે સેલ્મન માછલીઓ લાંબું અને ઝડપી તરવા લાગે છે. આ અભ્યાસ જર્નલ કરન્ટ બાયોલૉજીમાં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોએ ઍટલાન્ટિક સમુદ્રની સેલ્મન માછલીઓના શરીર પર નાનકડું ટ્રૅકિંગ ડિવાઇસ લગાવ્યું હતું. બે વર્ષથી તેઓ આ માછલીઓની ગતિવિધિ મૉનિટર કરતા હતા. આ ડિવાઇસના માધ્યમથી માછલીઓને પ્રદૂષિત પાણીમાં જોવા મળતાં કોકેન અને અન્ય નશીલાં દ્રવ્યો આપવામાં આવ્યાં. અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે જે ગ્રુપને કોકેન આપવામાં આવ્યું હતું એ માછલીઓ તરતી-તરતી બહુ દૂર નીકળી ગઈ હતી. એમની તરવાની સ્પીડ ઝડપી બની હતી અને લાંબા અંતર સુધી તરવાની ક્ષમતા વધી હતી.

આવો પ્રયોગ કરવાનું કારણ એ હતું કે વૈજ્ઞાનિકો સમજવા માગતા હતા કે આજકાલ સમુદ્રમાં પ્રદૂષણ અને કેમિકલ્સ વધી રહ્યાં છે ત્યારે એની અસર સમુદ્રી જીવો પર શું અસર થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જે સમુદ્રમાં શહેરનો કચરો ઠલાવાય છે ત્યાંના પાણીમાં કોકેન અને અન્ય ડ્રગ્સની હાજરી જોવા મળે છે. 

offbeat news international news world news news