30 May, 2026 02:04 PM IST | Bern | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સ્વિટ્ઝરલૅન્ડના એક આર્ટિસ્ટે પેઇન્ટ સ્પ્રે દ્વારા એક નકામા પડેલા ઍરપ્લેનની ઉપર જીઝસનું એક અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું હતું. આર્મેનિયામાં પડી રહેલા જાયન્ટ પ્લેનની ઉપરની સપાટી પર ભગવાન ઈશુને શૂળીએ ચડાવ્યા હોય એ ઘટનાની તસવીર બનાવવામાં આવી હતી. લાર્જ સ્કેલ પર થયેલા આ સ્પ્રે પેઇન્ટિંગ માટે કલાકારને ઇન્ટરનેટ ખૂબ વાહવાહી મળી છે.