✕

આ ગામમાં ચામાચીડિયાઓને કારણે કદી ફટાકડા નથી ફૂટ્યા

07 November, 2026 04:21 PM IST  |  tamil nadu | Gujarati Mid-day Correspondent

અહીંના લોકો ચામાચીડિયાને બચાવવા માટે ફટાકડા ફોડતા નથી. વાત એમ છે કે આ ગામમાં ૧૫૦ વર્ષ જૂનું વડનું ઝાડ છે. આ વૃક્ષ ઇન્ડિયન ફ્લાઇંગ ફૉક્સ તરીકે જાણીતાં ચામાચીડિયાનો ગઢ છે. અહીં સેંકડોની સંખ્યામાં ચામાચીડિયાં વડ પર રહે છે.

અહીંના લોકો ચામાચીડિયાને બચાવવા માટે ફટાકડા ફોડતા નથી

તામિલનાડુનું સિવાકાશી ભારતની ફટાકડાની રાજધાની કહેવાય છે અને લગભગ આખા દેશમાં અહીંથી કરોડો રૂપિયાના ફટાકડા પહોંચે છે. જોકે સિવાકાશીથી જસ્ટ ૨૫૦ કિલામીટર દૂર આવેલા મયિલાદુથુરઈ જિલ્લાના પેરામ્બુર ગામમાં દિવાળી દરમ્યાન કોઈ ફટાકડા ફોડતું નથી. આ માટે કોઈ માન્યતા કે સુપરસ્ટિશન નથી. અહીંના લોકો ચામાચીડિયાને બચાવવા માટે ફટાકડા ફોડતા નથી. વાત એમ છે કે આ ગામમાં ૧૫૦ વર્ષ જૂનું વડનું ઝાડ છે. આ વૃક્ષ ઇન્ડિયન ફ્લાઇંગ ફૉક્સ તરીકે જાણીતાં ચામાચીડિયાનો ગઢ છે. અહીં સેંકડોની સંખ્યામાં ચામાચીડિયાં વડ પર રહે છે. ફટાકડા ફોડવાથી થતો ધુમાડો અને અવાજ ચામાચીડિયાંને ગૂંગળાવી મારે છે. આવું ન થાય એ માટે ગામવાસીઓએ સ્વેચ્છાએ ગામમાં ફટાકડાના પ્રવેશ પર નિષેધ લાવી દીધો છે. આ ગામમાં કોઈ નાનું બાળક પણ કદી ફટાકડો ફોડતું નથી. ચામાચીડિયાં ફળોના બીજ અને પરાગરજને એક જગ્યાએથી બીજે ફેલાવવામાં મદદ કરતા હોવાથી પર્યાવરણ અને હરિયાળી માટે બહુ મહત્ત્વનું કામ કરે છે. આ ગામના લોકોએ તો ચામાચીડિયાંની કૉલોની જોવા આવતા પ્રવાસીઓ પર પણ પાબંદીઓ લગાવી છે જેથી વધુપડતા માણસોની અવરજવરને કારણે ચામાચીડિયાને હેરાનગતિ ન થાય.

tamil nadu diwali festivals national news offbeat news