14 May, 2025 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઈ લો વિડીયોના સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયામાં ફેમસ થવા લોકો કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહે છે અને જીવને જોખમમાં મૂકીને ખતરનાક સ્ટન્ટના વિડિયો બનાવીને મૂકે છે. આવો જ એક વિડિયો ૭ મેએ સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે જે વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેખાય છે કે જંગલમાં એક નદી પર તૂટેલા લાકડા પર એક યુવતી જિમ્નૅસ્ટ જેવા સ્ટન્ટ કરી રહી છે. આ યુવતી એકાએક તેનું સંતુલન ગુમાવી દે છે અને નીચે વહેતી નદીમાં પડી જાય છે. આ વિડિયો જોયા બાદ લોકો હેરાન થઈ ગયા છે અને આવા વિડિયો ન બનાવવા જોઈએ એવી સલાહ આપી રહ્યા છે.