✕

ટીનેજરને આંખની ઉપર નીકળી આવ્યો દાંત

19 October, 2026 03:27 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના મદુરાઈમાં ૧૬ વર્ષના એક ટીનેજરને અરવિંદ આઇ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ડાબી આંખની ઉપરની ભ્રમર પાસે એક મહિનાથી સોજો હતો. શરૂઆતમાં માત્ર એ ભાગ ઊપસેલો હતો, પીડા પણ નહોતી.

ટીનેજરને આંખની ઉપર નીકળી આવ્યો દાંત

તામિલનાડુના મદુરાઈમાં ૧૬ વર્ષના એક ટીનેજરને અરવિંદ આઇ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ડાબી આંખની ઉપરની ભ્રમર પાસે એક મહિનાથી સોજો હતો. શરૂઆતમાં માત્ર એ ભાગ ઊપસેલો હતો, પીડા પણ નહોતી. જોકે છેલ્લા થોડા સમયથી એમાં તીક્ષ્ણ દુખાવો થઈ રહ્યો હતો. સોજો જે રીતે ઊપસી આવ્યો હતો એ જોતાં ડૉક્ટરને લાગ્યું કે કંઈક અંદર હાડકાંમાં પ્રૉબ્લેમ હોઈ શકે છે. ડૉક્ટરોએ એનું સ્કૅનિંગ કર્યું તો ખબર પડી કે અંદરથી સફેદ રંગની ચીજ બહાર નીકળી રહી છે. એ કોઈ ગાંઠ છે કે બીજું કંઈ એની તપાસ કરતાં ખબર પડી કે એ હાડકું નહીં પણ દાંત જેવી રચના છે. આ દાંત ત્વચાની બહારની તરફ ઊપસી આવેલો છે એ તો ખરું જ, પણ એનાં મૂળ પણ ઊંડે સુધી છે. જાણે પેઢાનાં હાડકાંની વચ્ચે દાંત ઊગે લગભગ એવી જ રીતે આંખની ઉપરનાં હાડકાંના પોલાણમાં દાંત ઊગ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ એક્ટોપિક ટૂથ કહેવાય. એ સામાન્ય રીતે મોંમાં અંદરની તરફ પેઢાંની આસપાસમાં અનિયમિત રીતે ઊગી નીકળે છે, પરંતુ મોંના પોલાણની બહાર આંખ પાસે દાંત ઊગે એવું રૅર બને છે. આ દાંતથી ટીનેજરને ખૂબ તકલીફ થતી હોવાથી ડૉક્ટરોએ સર્જરી કરીને એને રીમૂવ કર્યો હતો. એમાં આંખનાં મહત્ત્વના ટિશ્યુ, નર્વ્સ અને મહત્ત્વની સંરચના હોય છે એટલે આ સર્જરી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી. 

tamil nadu national news offbeat news health tips india bharat