14 May, 2025 01:59 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
ગુમલા જિલ્લાના તીરા ગામનો બનાવ
તેલંગણના નાગરકુર્નૂલમાં બાવીસમી ફેબ્રુઆરીએ થયેલી ટનલ-દુર્ઘટનામાં ઝારખંડના ગુમલા જિલ્લાના તીરા ગામનો રહેવાસી મજૂર સંતોષ સાહુ ગુમ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને ૮૦ દિવસથી વધારે થવા છતાં સંતોષના સમાચાર મળ્યા નથી અને તેનો મૃતદેહ પણ મળ્યો નથી. મૃતદેહ ન મળવાને કારણે તેના અકાળ મૃત્યુ પછી પરિવાર તેના આત્માની શાંતિ માટે અંતિમ સંસ્કાર પણ કરી શક્યો નથી. જોકે હવે બે મહિના પછી તેની પત્ની અને પરિવારના સભ્યોએ સંતોષ સાહુને મૃત માનીને તેના અગ્નિસંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર માટે એક પૂતળું બનાવવામાં આવ્યું હતું જેના પર તેનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. પછી તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.