16 July, 2026 02:36 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
૨૦૦ ગ્રામ વજનની ૫.૫ મીટરની સિલ્કની સાડી માચીસની ડબ્બીમાં આવી જાય છે
તેલંગણના વિજય કુમાર નામના એક કુશળ વણકરે ફરી એક વાર તેમના અદ્ભુત વણાટકામથી ચોંકાવી દે એવું કામ કર્યું છે. તેમણે સાડાપાંચ મીટર લાંબી સિલ્કની સાડી વણી છે. એનું વજન માત્ર ૨૦૦ ગ્રામ જ છે. એટલું જ નહીં, એ એટલી હલકીફૂલકી છે કે એને ગડી કરીને માચીસની ડબ્બીમાં પણ મૂકી દઈ શકાય છે.
શ્રીશૈલમનાં શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિરમાં દેવીને આ સાડીની ભેટ ચડાવવામાં આવી છે. ઇકત પૅટર્નમાં બનેલી આ સાડી બનાવતાં આખા પરિવારને માત્ર ૭ દિવસ થયા હતા. આ ભારતની હસ્તકલા અને પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.