થાઇલૅન્ડનાં ભૂતપૂર્વ રાજકુમારી ગુજરી ગયાં એટલે દેશમાં કાળાં કપડાંની જબરી ડિમાન્ડ નીકળી છે

31 October, 2025 04:09 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

છેલ્લા એક વીકમાં થાઇલૅન્ડની દરેક માર્કેટમાં કાળાં અને સફેદ રંગનાં કપડાંની ડિમાન્ડ ઊપડી છે. સ્ત્રી અને પુરુષો બધાં જ જ્યાંથી મળે ત્યાંથી કાળાં કપડાં એકઠાં કરી રહ્યાં છે. એનું કારણ એ છે કે સરકારે અનેક લોકોને કાળાં કપડાં પહેરવાનું ફરમાન કર્યું છે. 

થાઇલૅન્ડનાં ભૂતપૂર્વ રાજકુમારી ગુજરી ગયાં એટલે દેશમાં કાળાં કપડાંની જબરી ડિમાન્ડ નીકળી છે

છેલ્લા એક વીકમાં થાઇલૅન્ડની દરેક માર્કેટમાં કાળાં અને સફેદ રંગનાં કપડાંની ડિમાન્ડ ઊપડી છે. સ્ત્રી અને પુરુષો બધાં જ જ્યાંથી મળે ત્યાંથી કાળાં કપડાં એકઠાં કરી રહ્યાં છે. એનું કારણ એ છે કે સરકારે અનેક લોકોને કાળાં કપડાં પહેરવાનું ફરમાન કર્યું છે. 

વાત એમ છે કે ૨૪ ઑક્ટોબરે થાઇલૅન્ડનાં ભૂતપૂર્વ રાણી સિરિકિટ ૯૩ વર્ષની ઉંમરે ગુજરી ગયાં. તેમના ગુજરી ગયા પછી રાષ્ટ્રવ્યાપી શોકની જાહેરાત થઈ છે. સામાન્ય રીતે દેશના કોઈ રાજવી પરિવારનું મૃત્યુ થાય તો સરકારી અને સિવિલ સર્વિસમાં કામ કરતા લોકોએ ઓછામાં ઓછો ૯૦ દિવસ માટે શોક પાળવાનો રહે છે. આ શોક દરમ્યાન લોકોએ કાળાં કે રાખોડી શેડનાં કપડાં પહેરવાનાં હોય છે. કોઈ ચાહે તો સફેદ પણ પહેરી શકે છે. થાઇલૅન્ડનાં લગભગ મોટાં સ્થાનો પર રાણીની તસવીરો ફૂલહાર સાથે સજાવવામાં આવી છે. એને રિસ્પેક્ટ આપવા માટે કોઈ ઉત્સવ કે રંગો વાપરવા પર વણકહ્યો સરકારી પ્રતિબંધ છે. ઓછામાં ઓછા ૯૦ દિવસ સુધી કડક શોક પળાશે એ માટે લોકો કાળાં કપડાંની ખરીદી કરી રહ્યા છે. ટૂંકમાં, આગામી ૯૦ દિવસ થાઇલૅન્ડમાં તમને દરેક સરકારી કર્મચારી કાળાં અથવા તો શોકનાં સફેદ કપડાંમાં જ જોવા મળશે. ગાર્મેન્ટવાળા વેપારીઓનું કહેવું છે કે પહેલાં તેઓ રોજના ૨૦૦થી ૩૦૦ કાળાં કપડાં વેચતા હતા જે અત્યારે ૧૦,૦૦૦ પર પહોંચી ગયાં છે.

thailand offbeat news international news world news national news