27 May, 2026 01:29 PM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સામાન્ય રીતે પોલીસ કોઈ મોટા ગુનેગારને પકડવા જાય ત્યારે વરદી, બખ્તર અને હથિયારોથી સજ્જ થઈને જાય. જોકે થાઇલૅન્ડમાં એક મોટા ડ્રગ-ડીલરને પકડવા માટે પોલીસોની એક આખી ટોળકી ગ્લૅમરસ ડાન્સર્સના કપડાં પહેરીને ગઈ હતી. થા લુઆંગ પાસે પોલીસોએ કરેલા સફળ ઑપરેશનમાં તેઓ ચમકદાર અને બૉડી એક્સપોઝ થાય એવા ગાઉન પહેરીને ગયા હતા. આ પોલીસની ટીમમાં એક જ મહિલા હતી અને બાકીના તમામ પુરુષો હતા. મિશનની સફળતા પછી પકડાયેલા ડ્રગ-ડીલરની સાથે તેમણે એ જ કપડાંમાં ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર પણ શૅર કર્યો હતો. આ ડીલર પાસેથી ડ્રગ્સની ૫૩ ગોળીઓ અને ડ્રગ્સનાં ૨૦૦થી વધુ પૅકેટ્સ મળી આવ્યાં હતાં.