06 July, 2026 03:27 PM IST | Pattaya | Gujarati Mid-day Correspondent
શું તમે આવું વિયર્ડ ખાવાનું પસંદ કરો?
ક્રૉસોં એ ફ્રેન્ચ પેસ્ટ્રી છે જે મોટા ભાગે ચૉકલેટ અને ડ્રાયફ્રૂટ્સની ફ્લેવરમાં મળે છે. જોકે હવે એમાં એવા-એવા પ્રયોગો થઈ રહ્યા છે કે ક્યારેક અમુક વરાઇટી જોઈને ઊબકા આવી જાય.
થાઇલૅન્ડના પટાયામાં એક બેકરી છે જેમાં હેર ક્રૉસોં વેચાય છે જે જબરદસ્ત વાઇરલ થઈ ગયા છે. આ હેર ક્રૉસોંમાં જે વાળ દેખાય છે એ લિટરલી પ્યુબિક એરિયામાં જે જાડા અને કડક વાળ હોય એવા જ દેખાય છે. આ ક્રૉસોં સ્વીટ જ છે. એમાં અંદર સફેદ ક્રીમી શુગર છે અને ઉપરથી દેખાતા પ્યુબિક હેર જેવું ગૂંચળું એ વાળ નથી પરંતુ ખાદ્ય પદાર્થમાંથી વાળ જેવી બનાવાયેલી ચીજ છે. કાળી સિવિડમાંથી જાડા અને કર્લી હેર જેવું બનાવવામાં આવે છે અને ક્રૉસોં બન્યા પછી એક કિનારીએ એ ઉપરથી ચિપકાવવામાં આવે છે. એ પણ સ્વીટ જ હોય છે. પટાયામાં લોકો આ વાળવાળા ક્રૉસોં બે હાથે ખાય છે. શું તમે આવું વિયર્ડ ખાવાનું પસંદ કરો?