૫૦૦ કર્મચારીઓને છૂટા કરવાનું પ્લાનિંગ કરી રહી છે BBC

25 July, 2024 12:41 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

છેલ્લાં પાંચ વર્ષમાં BBCએ તેમના ટોટલ કર્મચારીઓની સંખ્યામાં દસ ટકાનો ઘટાડો કર્યો છે

બીબીસી

બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કંપની (BBC) તેમના અંદાજે ૫૦૦ કર્મચારીઓને છૂટા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ કર્મચારીઓને ૨૦૨૬ના માર્ચ સુધીમાં તેઓ છૂટા કરશે. લાસસન્સ ફીમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી BBCની ઇન્કમ ઓછી થઈ રહી છે. આ ઓછી ઇન્કમને કારણે કંપની કૉસ્ટ-કટિંગ કરી રહી છે. BBC પણ હવે ડિજિટલ સર્વિસ તરફ જઈ રહી છે. છેલ્લા એક દાયકાથી ઇન્કમમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી હવે તેમણે પણ ડિજિટલ દુનિયા તરફ પ્રયાણ કર્યું છે. યુનાઇટેડ કિંગડમમાં આ વર્ષમાં એક લાખથી વધુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા હતા. જૂન મહિનામાં ફક્ત ૪૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં BBCએ તેમના ટોટલ કર્મચારીઓની સંખ્યામાં દસ ટકાનો ઘટાડો કર્યો છે. ૨૦૨૩માં લગભગ પાંચ લાખ ઘરમાંથી BBC ચૅનલનું સબસ્ક્રિપ્શન એટલે કે લાઇસન્સ ફી કૅન્સલ કરી હતી.

offbeat news international news bbc life masala