01 February, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયામાં એક વિડિયો મૂકવામાં આવ્યો છે જેમાં દાવો થયો છે કે ક્રિકેટપ્રેમી યુવાનનું મૃત્યુ થતાં તેના મિત્રોએ છેલ્લી વાર તેના પાર્થિવ શરીરને ક્રિકેટના ગ્રાઉન્ડ પર ફેરવીને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. આખરી ફેરવેલ આપવા માટે તેની ક્રિકેટ-ટીમના સભ્યોએ પિચ પર અર્થી ફેરવી હતી. જે યુવાને જીવનનો મોટો સમય ક્રિકેટના ગ્રાઉન્ડ પર ગાળ્યો હતો અને ક્રિકેટ જ તેનું પૅશન હતું તેને આખરી વિદાય આપવા માટે જ્યારે અંતિમયાત્રા અહીંથી પસાર થઈ ત્યારે લોકોએ આંખમાં આંસુ સાથે ચિયર કરીને વિદાય આપી હતી.
આ ઘટના ક્યાંની છે એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ ઘટના સાચી છે કે ખોટી એ પણ ખબર નથી, પરંતુ મિત્રોની આ ટોળીએ ઇમોશનલ વિદાયને ખાસ કઈ રીતે બનાવી શકાય એનો પાઠ શીખવ્યો છે એ તો નક્કી.