17 September, 2025 12:29 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
ધ ગ્રેટ ખલીએ બે દિવસ પહેલાં એક વિડિયો શૅર કર્યો છે
ભારતના ફેમસ પહેલવાન ધ ગ્રેટ ખલીએ બે દિવસ પહેલાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે મેરઠના કરણ સિંહ નામના યુવકને મળ્યા. તેની હાઇટ ૮ ફુટ બે ઇંચ છે. મતલબ કે ખલી કરતાં પણ એક ફુટ વધુ. ખલી એ વિડિયોમાં કહે છે, ‘પહેલી વાર મારે માથું ઊંચું કરીને વાત કરવી પડે છે. અત્યાર સુધી મારે નીચી મૂંડી કરીને જ લોકોને મળવું પડે છે.’
નવાઈની વાત એ છે કે કરણ હજી માંડ ૧૭ વર્ષનો છે અને તેની હાઇટ હજીયે વધી રહી છે. સામાન્ય રીતે ૧૮ વર્ષ પછી છોકરાઓની હાઇટ વધતી અટકે છે.
ખલીનું મૂળ નામ દલીપ સિંહ રાણા છે. સાત ફુટ બે ઇંચની હાઇટ સાથે રેસલિંગની દુનિયામાં પોતાના વિશાળ કદ અને તાકાતને કારણે છવાઈ ગયેલા ખલીએ પહેલવાનીમાંથી તો રિટાયરમેન્ટ લઈ લીધું છે, પણ ફૅન્સ સાથે હજીયે તેમની રોજબરોજની ખાસ પળોને સોશ્યલ મીડિયા પર શૅર કરતા રહે છે. ખલી વિડિયોમાં કહે છે કે મારે આ છોકરોને પહેલવાની માટે તૈયાર કરવો છે.